કંઈક તો થયું જ છે..!
જો લોકશાહી બચાવી હોય તો બાબાસાહેબ જરૂરી છે ચાહે કોઈ પણ આંદોલન હોય યુવાઓ માટે બાબા સાહેબ એને તેમના સિમ્બોલ જરૂરી બની ગયા છે..
જો આજે કંઈ મોટો ફેરફાર ન પણ થયો હોય, તો પણ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે બાબાસાહેબને ભૂલીને રાજનીતિ કે સામાજિક આંદોલન ચલાવવું આજે પણ શક્ય નથી.
આ સમગ્ર ઘટનાક્રમે દેશભરમાં એ સંદેશ પહોંચાડ્યો છે કે ભારતના બંધારણ અને બાબાસાહેબના વિચારો માત્ર પ્રતીકો નથી, પરંતુ સમાનતા, ન્યાય અને અધિકારોની લડતના મજબૂત આધારસ્તંભ છે.
આજે પણ બાબાસાહેબનો સિમ્બોલ અને બંધારણ હાથમાં રાખવાની જરૂરિયાત કેટલી મહત્વની છે, તે વાત આખા ભારત સુધી પહોંચાડવામાં આવી છે.
“વ્યક્તિને ભૂલી શકાય, પરંતુ વિચારને નહીં; અને બાબાસાહેબ એક વિચાર છે, જે પેઢીઓ સુધી જીવંત રહેશે.
અક્ષય ‘ રડાર’
