યુટ્યુબના શિક્ષકોને “બે કૌડીના” કહેતા પહેલા આ દલાલ અંજના ઓમ કશ્યપ (મોદી)અરીસામાં પોતાનો ચહેરો પણ જોઈ લેવો જોઈએ.
મુળ દુઃખાવો એ છે કે પછાત, દલીત અન્ય ગરીબ વિદ્યાર્થી આવા શિક્ષકો થકી રાજકારણ, ધર્મ, વિજ્ઞાન જેવા રસ્તે જેને સરકાર અને મિડિયા ને પ્રશ્નો કરવા લાગ્યા એ મુદ્દો છે.
આજે દેશના કરોડો યુવાનોને બંધારણ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું જ્ઞાન ટીવી સ્ટુડિયોમાંથી નહીં પરંતુ યુટ્યુબના શિક્ષકો પાસેથી મળ્યું છે. ખાન સર, વિકાસ દિવ્યકીર્તિ, અવધ ઓઝા અને આવા અનેક શિક્ષકોએ લાખો વિદ્યાર્થીઓ સુધી જ્ઞાન પહોંચાડ્યું છે.
એક સમય હતો જ્યારે મોટા શહેરોની મોંઘી કોચિંગ અને યુનિવર્સિટીઓનું જ્ઞાન સામાન્ય માણસ સુધી પહોંચતું નહોતું. આજે એક ગરીબ વિદ્યાર્થી પણ મોબાઈલમાં દેશના શ્રેષ્ઠ શિક્ષકોને સાંભળી શકે છે. આ ડિજિટલ શિક્ષણ ક્રાંતિ છે, અને આ ક્રાંતિ યુટ્યુબના શિક્ષકોએ સર્જી છે.
બીજી તરફ દલાલ_પત્રકારો વર્ષોથી સત્તાને સવાલ પૂછવાને બદલે તેની તરફેણમાં જ ચર્ચાઓ ચલાવતા જોવા મળે છે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સમસ્યાઓ પર ગંભીર ચર્ચા ઓછી અને રાજકીય પ્રચાર વધુ જોવા મળે છે.
દેશના યુવાનોને વિચારવાની શક્તિ શિક્ષકો આપે છે, જ્યારે પ્રચારતંત્ર તેમને વિચારવાનું બંધ કરાવવા પ્રયત્ન કરે છે. કદાચ એ જ કારણ છે કે સ્વતંત્ર રીતે વિચારતા અને પ્રશ્ન પૂછતા શિક્ષકો કેટલાક લોકોને ખટકે છે.
શિક્ષકોને “બે કૌડીના” કહેવું માત્ર શિક્ષકોનું અપમાન નથી, પરંતુ તે લાખો વિદ્યાર્થીઓનું અપમાન છે જેમણે તેમના માધ્યમથી જ્ઞાન મેળવ્યું છે, નોકરીઓ મેળવી છે અને જીવનમાં આગળ વધ્યા છે.
ઇતિહાસ સાક્ષી છે કે સમાજને આગળ શિક્ષકો લઈ જાય છે, પ્રચારકો નહીં.
જ્ઞાન આપનારનો સન્માન થાય છે, અપમાન નહીં.
શિક્ષક રાષ્ટ્ર બનાવે છે.
પ્રચારક માત્ર નેરેટિવ બનાવે છે.
ફરક સમજવો જરૂરી છે.
અક્ષય ‘ રડાર ‘
