June 19, 2026

About Founder

અક્ષય ચાવડા BA LL.B ના વિદ્યાર્થી અને લાંબા સમયથી સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યકર છે. સ્કૂલ અને કોલેજ સમયથી જ તેઓ સમાજના લોકોના પ્રશ્નો, હક્કો અને ન્યાય માટે સક્રિય રીતે કાર્ય કરતા આવ્યા છે. UPSC ની તૈયારી દરમિયાન તેમને ભારતના બંધારણ, સામાજિક વ્યવસ્થા, ધર્મ, શાસન પ્રણાલી અને જાહેર નીતિઓ અંગે ઊંડો અભ્યાસ અને સમજ પ્રાપ્ત થઈ. ત્યારબાદ તેમણે Dr. Ambedkar Foundation ની સ્થાપના કરીને ગરીબ, પછાત અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને અભ્યાસ માટે પોતાના ખર્ચે સહાય પૂરી પાડી હતી. આ ક્ષેત્રમાં તેમણે સતત 3 થી 4 વર્ષ સુધી સેવાકીય કાર્ય કર્યું છે.સમાજ સેવા અને જનહિતના અનુભવના આધારે તેમણે Gujarat Radar – Voice of Justice ની શરૂઆત કરી છે. આ પ્લેટફોર્મ દ્વારા SC, ST, OBC તેમજ ગરીબ અને પછાત વર્ગોના પ્રશ્નો, સમસ્યાઓ અને અધિકારોને ઉજાગર કરીને સંબંધિત તંત્ર અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત રડારનો મુખ્ય હેતુ નિષ્પક્ષ પત્રકારિતા, સામાજિક ન્યાય અને સામાન્ય નાગરિકોના અવાજને મજબૂત બનાવવાનો છે.


-અક્ષય ચાવડા
Founder & Editor
Gujarat Radar – Voice of Justice

Share now
error: Content is protected !!