“વાવ્યું કોઈએ, પાક કાપવા બીજા દોડી આવ્યા!”
વિઝ પોલ મુદ્દે ખેડૂત અધિકાર આંદોલન કોઈ એક દિવસમાં ઊભું થયું નથી.
આજે કેટલાક લોકો એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ કરે છે કે કોંગ્રેસ પક્ષ કે પાલભાઈ શરૂઆતથી આ લડાઈમાં ક્યાં હતા . પરંતુ હકીકત ખેડૂતો જાણે છે.
પાલભાઈ આંબલિયા છેલ્લા 3-4 મહિનાથી સતત આ મુદ્દે ખેડૂતોની વચ્ચે રહ્યા. ઘટનાનો તાગ મેળવ્યો, ખેડૂતોને હિંમત આપી, વિડીયો બનાવીને મુદ્દાને ગામે ગામ પહોંચાડ્યો, ખેડૂતોને સંગઠિત કર્યા,
ક્યાં વિરોધ કરવો, કેવી રીતે અવાજ ઉઠાવવો તે માટે સતત મહેનત કરી.
ધીમે ધીમે ખેડૂતોમાં જાગૃતિ આવી. હજારો ખેડૂતો જોડાયા. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓનો પણ સાથ મળ્યો. ત્યારબાદ ચિંગારી આગ બની અને આંદોલનને મોટું સ્વરૂપ મળ્યું.
પછી જિગ્નેશ મેવાણી, લોલજી દેસાઈ સહિત અન્ય આગેવાનો પણ જોડાયા.
પરંતુ જ્યારે આંદોલન ઉગ્ર બન્યું, ખેડૂતોની સંખ્યા વધવા લાગી અને સમગ્ર ગુજરાતમાં ચર્ચા થવા લાગી, ત્યારે કેટલાક લોકોને રાજકીય તક દેખાવા લાગી.
જ્યારે શરૂઆતમાં સાથ માંગવામાં આવ્યો ત્યારે રસ ન દાખવનારા લોકો પછી ખેડૂતોની ભીડ જોઈને મેદાનમાં ઉતર્યા. મીડિયાના કેમેરા સામે થોડા ખેડૂતોને વારંવાર બતાવીને એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ થયો કે જાણે આખું આંદોલન તેમના કારણે ચાલી રહ્યું હોય.
ગુજરાતી કહેવત યાદ આવે છે…
“વાવેતર કોઈ કરે, પાક કાપવા બીજો આવે.”
“મહેનત કોઈની, મલાઈ કોઈ ખાય.”
ત્યાર બાદ ગોપાલભાઈ, ઈશુદાનભાઈ વગેરે એ જાહેરાત કરી કે અમે પણ ખેડૂત અધિકાર આંદોલન સાથે છીએ અને ગાંધીનગર આવીશું કોંગ્રેસ રેલીમાં..!!
પાલભાઈ : શુદ્ધ ગુજરાતીમાં મનાઈ કરી અન્ય કોઈ પાર્ટીઓ એ રસ લેવો નહી.
આ પાલભાઈની ભુલ કે ઘમંડ જે રણનીતિ??
પાલભાઇને ડર હતો કે આંદોલનમાં હળદળ બોટાદ કાંડ જેવી ઘટના બને તો??
મહેનત કૉંગ્રેસ ને પાલભાઇની જશ ગોપાલ ભાઈ લઈ જઈ તો??
અંતે AAP માંથી પંકજ રાણપરિયા 20 30 ખેડૂતો સાથે ગાંધીનગર પહોંચે છે એને ખેલ પાડિયો..
મીડિયાએ પણ એ 20 30 ખેડૂતો ના નિવેદનો ચગાવ્યા જાણે આંદોલન ફ્લોપ હોય..
ખેડૂતોને નક્કી કરવું છે કે શરૂઆતથી લડનાર કોણ હતું અને ભીડ જોઈને જોડાનાર કોણ હતું.
ખેડૂતોના સંઘર્ષનો ઇતિહાસ ખેડૂતો ભૂલતા નથી.
પાલભાઈ આંબલિયા અને શરૂઆતથી લડનારા તમામ ખેડૂતોને સલામ. ✊🌾
અક્ષય : ગુજરાત રડાર
જય ખેડૂત | ખેડૂત એકતા ઝિંદાબાદ
