દરેક ધર્મમાં ચાલતી બદ્દિ દૂર કરવાનો ઠેકો ફકત હિન્દુ સુધારાવાદી એ લીધો છે???
સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, પૂજ્ય શ્રી મોટા જેવા સંતોએ અંધશ્રદ્ધા, રૂઢિચુસ્તતા અને સામાજિક બુરાઈઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. શું તેઓ હિન્દુ વિરોધી હતા?
આજે કેટલાક લોકો મુસ્લિમ, પાદરી, પાકિસ્તાન અને ગાયના મુદ્દે તો સતત બોલે છે, પરંતુ જાતિવાદ, અસ્પૃશ્યતા, દલિતો પર અત્યાચાર અને સમાજની અંદરની ખામીઓ પર મૌન રહે છે.
આતો સારું છે દયાનંદ સરસ્વતી , સ્વામી વિવેકનંદ, રામકૃષ્ણ પરમહંસ જીવતા નથી બાકી આ લોકો એને પણ દેશદ્રોહી, ધર્મ વિરોધી, જોસેફ, જલાલ જેવી ઉપમા આપી દેત..!
સાચો હિન્દુ તે નથી જે માત્ર બીજા ધર્મોને પ્રશ્ન કરે, પરંતુ તે છે જે પોતાના સમાજની ખામીઓ સામે પણ નિર્ભયતાથી બોલે.
ધર્મને ખતરો પ્રશ્નોથી નથી, વર્ષોથી ચાલી આવતી જાતિવાદ પ્રથા, અન્યાય વ્યવસ્થા અને અંધશ્રદ્ધાથી છે.
સત્યને સ્વીકારવું, અસત્યનો ત્યાગ કરવો અને સમાજને વધુ ન્યાયી બનાવવો — એ જ સાચી ધર્મસેવા છે.
અક્ષય ‘રડાર’
