લેખન – રમેશ સવાણી(ex. IPS)
સરકાર મોદીજી નહીં, ગૌતમ અદાણી ચલાવે છે!
અદાણી ગ્રુપે 2023 (હિન્ડનબર્ગ રિપોર્ટ પછી મોટા પાયે વિસ્તાર કર્યો છે. અદાણી જૂથે જાન્યુઆરી 2023થી લગભગ 33 કંપનીઓ/ એસેટ્સનું અધિગ્રહણ કર્યું છે, જેની કુલ કિંમત આશરે ₹80,000 કરોડ છે. આ મુખ્યત્વે પોર્ટ્સ, સિમેન્ટ, પાવર અને અન્ય ઇન્ફ્રા સેક્ટરમાં છે.
આ અધિગ્રહણો માર્કેટ રિકવરી અને કેપિટલ એક્સેસને કારણે થયા છે. કેટલાક કિસ્સાઓમાં પહેલાં IT/ CBI/ED તપાસ/ રેડ થયા પછી અદાણીએ એસેટ્સ હસ્તગત કરી છે. જેના કારણે વિવાદ થયો છે. ‘ક્રોની કેપિટલિઝમ’ના આરોપો લાગ્યા છે. જો કે અદાણી ગ્રુપ આને સામાન્ય બિઝનેસ ડીલ તરીકે જુએ છે.
સવાલ એ છે કે શું આ સામાન્ય બિઝનેસ ડીલ છે? થોડા ઉદાહરણો જોઈએ:
2017માં, CBIએ NDTV પર દરોડા પાડ્યા, પછી તે અદાણીએ હસ્તગત કરી લીધું.
2018માં, ઈન્કમટેક્સ વિભાગે બ્લૂમબર્ગ ક્વિન્ટ પર દરોડા પાડ્યા હતા, પછી તે અદાણીએ હસ્તગત કરી લીધા.
2018માં, ઈન્કમટેક્સ વિભાગે કૃષ્ણપટ્ટનમ પોર્ટની માલિકી ધરાવતા નવયુગ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા, પછી તે પોર્ટ અદાણીએ હસ્તગત કરી લીધું.
2020માં, CBI અને EDએ મુંબઈ એરપોર્ટ ચલાવતા GVK પર દરોડા પાડ્યા હતા, પછી અદાણીએ મુંબઈ એરપોર્ટ હસ્તગત કરી લીધું.
2020માં, CBIએ અંબુજા સિમેન્ટ અને ACC પર દરોડા પાડ્યા હતા, પછી તે બન્ને વિશાળ કંપનીઓ અદાણીએ હસ્તગત કરી લીધી.
2023માં, ઈન્કમટેક્સ વિભાગે શ્રી સિમેન્ટ પર દરોડા પાડ્યા હતા, જે સાંગી ઇન્ડસ્ટ્રીઝ હસ્તગત કરવા માંગતી હતી. શ્રી સિમેન્ટે પીછેહઠ કરી, અને પછી અદાણીએ સાંગી હસ્તગત કરી લીધી.
2025માં, EDએ જેપી ગ્રુપ પર દરોડા પાડ્યા હતા, પછી તે અદાણીએ હસ્તગત કરી લીધું.
મે 2026માં, વેદાંતાના અનિલ અગ્રવાલ, Jaiprakash Associates (Jaypee Group) સોદા અંગે અદાણીને કોર્ટમાં ખેંચી ગયા. વેદાંતાએ લગભગ ₹17,000 કરોડની ઊંચી બિડ કરી, જ્યારે અદાણીએ ₹14,535 કરોડની બિડ કરી હતી. પરંતુ Committee of Creditors (CoC)એ અદાણીને પસંદ કર્યા. કેમકે વધુ upfront cash અને ટૂંકા repayment timeline હતી. વેદાંતાની બિડમાં 5-6 વર્ષનો લાંબો સમય હતો. વેદાંતાએ NCLT-National Company Law Tribunal; NCLAT-National Company Law Appellate Tribunal અને Supreme Courtમાં અદાણીની જીતને ચેલેન્જ કરી, પરંતુ હારી ગયા. અદાણીને deal મળી. એટલે EDએ વેદાંતાની ઓફિસો પર દરોડા પાડ્યા હતા!
ઘટનાક્રમ સમજો! ગજબનું કનેક્શન છે ને? સરકાર મોદીજી નહી, પણ ગૌતમ અદાણી ચલાવતા હોય એવું નથી લાગતું?
અદાણી એક પછી એક કંપનીઓ હસ્તગત કરે છે. શું મોનોપોલી/ કોન્સન્ટ્રેશન ઉદભવશે નહીં? તેના વિપરીત પરિણામો આવશે નહીં?
~ રમેશ સવાણી
