Adv. Naresh vala અને Adv. Navchetan Parmar અમરેલી જિલ્લાના નાના આંકડીયા ગામમાં દલિત સમાજની 196 એકર જમીન ઉપર થયેલા કથિત ગેરકાયદેસર ખનન અને કબજાના મામલે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એ માત્ર એક ગામનો મુદ્દો નથી — એ આખી વ્યવસ્થાની હકીકત બતાવે છે.
દલિત સમાજ જ્યારે પોતાનો હક માંગે છે, ત્યારે વર્ષોથી એમની સાથે દબાણ, ધમકી અને હુમલાની જ રાજનીતિ કેમ થાય છે?
અહીં તો કલેક્ટરના આદેશ બાદ પણ કામ બંધ ન થવું અને પછી અવાજ ઉઠાવનાર સામાજિક આગેવાનો ઉપર ટોળાશાહી હુમલો થવો ખૂબ ગંભીર બાબત છે.


સૌથી મોટો સવાલ એ છે કે —
જો પોલીસ ખરેખર નિષ્પક્ષ હોય, તો ખુલ્લા હુમલાના વિડિયો હોવા છતાં કાર્યવાહી કેમ નથી થતી?
લોકોમાં ચર્ચા છે કે પોલીસ અને ભુ-માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ વગર આટલી હિંમત શક્ય નથી.
નરેશ વાળા, નવચેતન પરમાર, વિકીભાઈ અને દલિત આગેવાનો ઉપર થયેલો હુમલો માત્ર વ્યક્તિઓ ઉપર નહીં,
પણ ન્યાય અને બંધારણ ઉપર હુમલો છે.
જો આજે દલિતોની જમીન આ રીતે ગળી જવામાં આવશે,
તો કાલે સામાન્ય માણસનો પણ કોઈ હક સુરક
અક્ષય ‘ રડાર ‘
