ભલભલા ખેરખાંઓ જ્યારે પોતાની પાર્ટી બદલીને ભાજપમાં જવાની સિઝન નોનસ્ટોપ ચાલતી હોય, એમા કોઈક તમિલનાડુ જેવા મોટા સ્ટેટનો ચીફ હોદ્દેદાર ભાજપ સાથે મ્યુચ્યુઅલ ડીવોર્સ લઈને પ્રેમથી અલગ થવા જતો હોય તો આપણે એની વાત ના કરીએ એવું બને ખરું !? જી….. ૪૧ વર્ષીય યુવાનેતા કે. અન્નામલાઈએ આજે દિલ્હીમાં ભાજપના હોદ્દા પરથી પોતાનું ઓફીસિયલ રાજીનામું સોંપીને અમિત શાહને પગે લાગીને નીકળી જવાની ફોર્માલિટી પૂરી કરી દીધી છે !
જયલલિતા પછી તમિલનાડુમાં કોઈ બ્રાહ્મણ મુખ્યનેતા ન ઇચ્છતા ભાજપે જમીન જાગીરદાર એવી ઓબીસી જાતિના કે. અન્નામલાઈ પર રાજ્ય સ્તરીય નેતૃત્વ માટે પસંદગી ઊતારી હતી. અગાઉ રજનીકાંતની સાથે કામ કરીને પોતાની રાજકીય પાર્ટી ઉભી કરવાનો પ્રયાસ કરી ચૂકેલા અન્નામલાઈ ત્યાં ગંભીરતા ન દેખાઈ એટલે છેવટે ભાજપમાં જોડાયા હતા. પરંતુ એક્સ આઈપીએસ રીયલ લાઈફ સિંઘમ ગણાતા એવા અન્નામલાઈની મૂળભૂત વિચારધારા ભાજપ-આરએસએસની પ્રેરીત હીન્દુત્વની હતી નહીં, છતાં એમણે એમનાથી થાય એટલું રામાસ્વામી પેરીયારની વિચારધારાનો આંધળો વિરોધ કરી વોટશેરમા ૨૦૨૪ના લોકસભામાં ૧૧% જેટલો ભાગ પડાવ્યો હતો. જે પાછો આ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ઘટીને બે ત્રણ ટકા થઈ ગયો હતો. અન્નામલાઈ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે અલગ અભિપ્રાય ધરાવતા હતા. તેઓ ભાજપના AIADMK(જયલલિતા/પલનિસ્વામી) સાથે ગઠબંધન કરવાના નિર્ણયથી નારાજ હતા. 2025માં તેઓ તમિલનાડુ ભાજપ પ્રમુખ હતા ત્યારે AIADMK નેતા એડપ્પાડી પલનિસ્વામી સાથે તેમનો જાહેર વિવાદ થયો હતો, જેના કારણે તેઓ ભાજપ પ્રમુખપદેથી હટાવવામાં આવ્યા હતા.તેઓ કેટલાક મતવિસ્તારોના ચૂંટણી ઇન્ચાર્જ હતા, પરંતુ પછી વ્યક્તિગત કારણો (પિતાની તબિયત) આપીને હટી ગયા હતા. કેમકે તેઓ ઉમેદવારોની પસંદગી અને અન્ય વ્યૂહરચનાથી પણ અસંતુષ્ટ હતા.અભિનેતા વિજયની પાર્ટી (TVK)ના ઉદય પછી તમિલનાડુનું રાજકારણ બદલાઈ ગયું છે એવું તેઓ માને છે. હવે તેઓ “સેક્યુલર” અને “તમિલ-ફર્સ્ટ” વિચારધારાવાળી પોતાની નવી પ્રાદેશિક પાર્ટી અથવા લોકઆંદોલન શરૂ કરવા માંગે છે.ભાજપ હજુ તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અન્નામલાઈનો નિર્ણય લગભગ પાક્કો છે. તમારી ખબર નથી, મને મજા આવી જાણીને ! 🥱😅💁
#GE
(P.S. જયલલિતા જતા રહ્યા પછી હું તો ભૂલી જ ગઈ છુ અન્ના ડીએમકેને, તમારુ પણ એવું જ છે કે !?
~ મિત્તલ સમોવા
